15 ઑગસ્ટ, 2015

પેટ્રોલના ભાવમાં લીટરે ૧.૨૭ અને ડિઝલમાં ૧.૧૭નો ઘટાડો

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ક્રૂડ ઓઈલના ભાવ ઘટવાને પગલે દેશની સરકારી ઓઈલ કંપનીઓએ પેટ્રોલના ભાવમાં લીટર દીઠ રૃપિયા ૧.૨૭ અને ડિઝલના ભાવમાં લીટર દીઠ રૃપિયા ૧.૧૭નો ઘટાડો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ અને ડોલર સાથે રૃપિયાના ભાવમાં થતી વધઘટને ધ્યાનમાં રાખી દર ૧૫ દિવસે પેટ્રોલ અને ડિઝલના ભાવની સમીક્ષા કરી વધારો કે ઘટાડો જાહેર કરે છે. ઉલ્લેખનીય છે કે સરકારી ઓઈલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે ૧લી ઓગસ્ટે પેટ્રોલમાં ૨.૪૩ અને ડિઝલમાં રૃા. ૩.૬૦નો ઘટાડો કર્યો હતો.
રાજ્યના પ્રમુખ શહેરોમાં અંદાજીત નવા ભાવ
શહેર પેટ્રોલ ડીઝલ
અમદાવાદ ૬૩.૨૩ ૪૭.૫૫
વડોદરા ૬૨.૪૬ ૪૭.૨૬
સુરત ૬૩.૨૬ ૪૭.૫૩
રાજકોટ ૬૨.૬૦ ૪૭.૪૧

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

NOTICE BOARD