3 સપ્ટેમ્બર, 2014

Shruti font INFORMATION..

શ્રુતિ ફોન્ટ શું છે અને તે
કેવી રીતે વાપરવો ?

જો આપે માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ (Shruti)
ફોન્ટ પસંદ કર્યો હશે અને ટાઈપ કર્યું હશે ત્યારે
ગુજરાતીને બદલે અંગ્રેજી ટાઈપ થયું હશે
અથવા ફોન્ટ બદલાઈ ગયો હશે; તો આપને પ્રશ્ન
થયો હશે કે ગુજરાતી કેમ ટાઈપ નથી થતું ?
શ્રુતિ ફોન્ટ ગુજરાતી માટે છે તો પણ
ગુજરાતીને બદલે અંગ્રેજી કેમ લખાય છે ? કારણ કે
શ્રુતિ ફોન્ટ યુનિકોડ ફોન્ટ છે
જેનામાં અંગ્રેજી અને ગુજરાતી બેઉં
ભાશાના અક્ષરો છે. એટલે વીન્ડોઝ કે
લીનક્ષમાં ગુજરાતી લખવું હોય તો લેન્ગવેજ
બારમાં ભાશા બદલવી પડે તો જ
ગુજરાતી લખાય. આ વેબ પેજમાં યુનિકોડ
ફોન્ટ શું છે અને તે વતી ટાઈપ કરવા શું જોઈએ તે
સમજાવવામાં આવ્યું છે.
જો આપને યુનિકોડ ફોન્ટ્સ શું છે તેની સમજણ
હોય અને યુનિકોડ ફોન્ટ વતે
ગુજરાતીમાં કેવી રીતે લખવું
તેની માહિત
અથવા ગુજરાતીમાં શ્રુતિ ફોન્ટ
થકી કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખતાં શીખો.
આ વેબ પેજના સારાંશ મુદ્દાઓ :
શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ
ફોન્ટ છે.
શ્રુતિ જેવા બીજા ગુજરાતીના ફોન્ટ છે
Arial Unicode MS, Lohit Gujarati.
વીન્ડોઝમાં શ્રુતિ ફોન્ટ સ્થાપિત
કરેલો હોય જ છે પણ ટાઈપ કરવું હોય
તો ગુજરાતી ભાશા આધાર સ્થાપિત
કરવો પડે છે.
શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કરવા માટે
વીન્ડોઝની સ્થાપણા CD (installation CD)
જોઈએ. તેમાંથી ફોન્ટ કૉપી કરી શકાય.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ ફોન્ટ્સ હોય
છે તો આપ જે ટાઈપ કરો તેને ચકાશીને આપમેળે જ
યોગ્ય બદલી કરે છે; માટે
અર્ધા અક્ષરો ટાઈપ કરવા સુલભ બની જાય
છે.
શ્રુતિ ફોન્ટ કીબોર્ડ લેઆઉટ
વીન્ડોઝમાં અને લીનક્ષમાં આવે છે પણ
કીબોર્ડ લેઆઉટ બદલી શકાય છે
અથવા પોતાનું પણ રચી શકાય છે.
અંગ્રેજી કીબોર્ડ દ્વારા ગુજરાતી ટાઈપ
કરવું હોય તો 'ગુજરાતી ફોનેટીક
કીબોર્ડ' ઉત્કૃષ્ટ ઉપાય છે.
શ્રુતિ ફોન્ટ શું છે ?
શ્રુતિ ફોન્ટ એક ગુજરાતીનો યુનિકોડ
ફોન્ટ છે જેનામાં અંગ્રેજીના અક્ષરો પણ છે. એક
યુનિકોડ
ફોન્ટમાં ઘણી ભાશાના અક્ષરો હોય શકે.
શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ XP, Vista, અને
7માં સ્થાપિત કરેલો હોય જ છે;
ગુજરાતી ભાશા આધાર સ્થાપિત
ના કર્યો હોય તો પણ શ્રુતિ ફોન્ટ
સ્થાપિત કરેલો હોય છે. એટલા માટે
ગુજરાતી ભાશા આધાર વગર
ગુજરાતી વાંચી શકશો પણ ટાઈપ
નહિ કરી શકો. આપ શ્રુતિ ફોન્ટ સ્થાપિત
છે કે નહિ તે c:\windows\fonts\
ફોલ્ડરમાં જઈને તપાસ કરી શકો છો.
બીજો ગુજરાતી યુનિકોડ ફોન્ટ છે Arial
Unicode MS જે માઈક્રોસોફ્ટ ઑફીસ સાથે આવે
છે પણ ઑફીસ સ્થાપિત કરો ત્યારે સ્થાપિત
કરવા માટે પસંદ કરવો પડે છે
નહિ તો સ્થાપિત નહિ થાય. આ
ફોન્ટમાં ઘણી ખરી ભાશાઓના અક્ષરો છે.
શ્રુતિ ફોન્ટ પ્રાપ્ત કેવી રીતે
કરવો ?
શ્રુતિ ફોન્ટ માલિકીનો (proprietary)
ફોન્ટ છે અને વીન્ડોઝ સાથે આવે છે.
શ્રુતિ ફોન્ટનું વિતરણ કરવું ગેરકાયદેસર છે,
માટે ઈન્ટરનેટમાં શોધશો તો નહિ મળે.
વીન્ડોઝ XP સાથે વર્ઝન 1.x આવે છે અને
વીન્ડોઝ 7 સાથે વર્ઝન 5.9 આવે છે.
જો ખરેખર શ્રુતિ ફોન્ટ વીન્ડોઝ 'XP'ના c:
\windows\fonts\ ફોલ્ડરમાં ના હોય અને
આપની પાસે વીન્ડોઝની સ્થાપણા CD
(installation CD) હોય તો તેમાંથી પ્રાપ્ત
કરી શકો છો.
1. પહેલાં, વીન્ડોઝની સ્થાપણા CD
કૉમ્પ્યુટરમાં મૂકો અને I386 ફોલ્ડર ખોલો.
2. પછી SHRUTI.TT_ ફાઈલ શોધો. આ ફાઈલ
સંકુચિત (compressed) ફાઈલ છે. આ ફાઈલને
કૉમ્પ્યુટરની હાર્ડ ડ્રાઇવમાં (hard drive)
સંઘરો.
3. પછી Command Prompt ખોલો અને જે
ફોલ્ડરમાં ફાઈલ સંઘરી તે ફોલ્ડરમાં જાવ.
અથવા તો 'Explorer'માં Shift દબાવીને તે
ફોલ્ડર ઉપર જમનું માઉસ બટન દબાવો. પછી
Open command prompt window here ક્લિક
કરો તો Command Prompt તે
ફોલ્ડરમાં ખુલશે.
4. છેલ્લે, નિચેની લીટી 'Command
Prompt'માં ટાઈપ કરો.
expand -r shruti.tt_
આપમેળે તે ફાઈલ અસંકુચિત થઈને એ જ ફોલ્ડરમાં
Shruti.ttf ફાઈલ ઉમેરાશે. આ ફોન્ટ ફાઈલને
c:\windows\fonts\
ફોલ્ડરમાં કૉપી કરવાથી ફોન્ટ
સ્થાપિત થઈ જશે.
બીજો વિકલ્પ એ છે કે
ગુજરાતી ભાશા આધાર સ્થાપિત કરવાથી
પણ શ્રુતિ ફોન્ટ સ્થાપિત થાય છે.
યુનિકોડ ફોન્ટ્સ શું છે ?
યુનિકોડ ફોન્ટ્સમાં જે અક્ષરો (characters)
હોય છે તે યુનિકોડ કોડ વતી સોંપેલા હોય
છે. એક લાભ એ છે કે ANSI કોડ
કરતાં ઝાઝા અક્ષરો યુનિકોડ
ફોન્ટ્સમાં સમાવેશ કરી શકાય.
અંગ્રેજીના કીબોર્ડમાં કીસ છે
તેના કરતાં ગુજરાતી અક્ષરો વધારે છે. તે
માટે
બધા ગુજરાતીના અક્ષરો અંગ્રેજી કીબોર્ડમાં સોંપી ના શકાય.
અને અર્ધા અક્ષરો સાથે
આખા અક્ષરો જોડાયેલા અક્ષરો સોંપવા તે
અસંભવ છે. પરંતુ યુનિકોડ ફોન્ટ્સ વતી તે
સહેલાઈથી લખી શકાય છે જ્યારે ANSI કોડ
વતી અઘરું છે.
યુનિકોડ ફોન્ટ્સ સ્ક્રિપ્ટીંગ (scripting) કરે
છે તો આપ જે ટાઈપ કરો છો ત્યારે યુનિકોડ
સ્ક્રિપ્ટીંગ ટાઈપ કરેલું ચકાશીને યોગ્ય
બદલી કરે છે. માટે અર્ધા અક્ષરો લખવા સહેલું છે
કારણ કે 'પ ુ' લખો ત્યારે આપમેળે 'પુ' થઈ જાય છે
અને 'પ િ' લખો તો 'પિ' આપમેળે થઈ જાય અને 'શ ્
ચ' લખો તો 'શ્ચ' થઈ જાય છે. યુનિકોડ આધાર
'OS'માં જ હોય છે માટે ગમે તે
પ્રોગ્રામમાં યુનિકોડ ફોન્ટ્સ
વતી લખી શકો.
ગુજરાતી ટાઈપ કરવા માટે
અક્ષરોના યુનિકોડ કોડ જાણવાની કાંઈ
જરૂર નથી, પરંતુ જો જાણવા હોય
તો બધા યુનિકોડ કોડનું લખાણ
અહિયાં મળશે : Gujarati Unicode Codes અને
Hindi Unicode Codes. આ બધા કોડ્સ
પ્રોગ્રામીંગ કરતા હોવ તો ઉપયોગી બને,
અથવા તો આપ પોતાનું કીબોર્ડ રચતા હોવ
અથવા ANSI ઍન્કોડીંગમાં વેબ પેજ રચતા હોવ
તો ઉપયોગી બને છે.
યુનિકોડની વિસ્તારપૂર્વક
માહિતી અહિયાં મળશે : Unicode Standard
and Unicode Fonts.
શ્રુતિ ફોન્ટ
વતી ગુજરાતી લખવા માટે શું
જોઈએ ?
જેમ અગાઉંથી કહ્યું તેમ શ્રુતિ ફોન્ટમાં બે
ભાશાઓ છે : ગુજરાતી અને અંગ્રેજી. માટે
માઈક્રોસોફ્ટ વર્ડમાં શ્રુતિ ફોન્ટ પસંદ
કરશો તો અંગ્રેજી લખાશે પણ
અંગ્રેજીથી ગુજરાતી ભાશા બદલશો તો ગુજરાતીમાં લખાશે.
ગુજરાતી ભાશા એક્ટિવ
કરવાથી ગુજરાતીની કીબોર્ડ લેઆઉટ થઈ
જશે.
Windows XPમાં પહેલાં ગુજરાતી આધાર
સ્થાપિત કરવો પડે છે.
પછી ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ
બારમાં ઉમેરી શકાય છે.
Windows Vistaમાં અને Windows 7માં ફક્ત
ગુજરાતી કીબોર્ડ લેઆઉટ લેન્ગવેજ
બારમાં ઉમેરવાનાં હોય છે.
આ જ હોવાથી આપ ગુજરાતીમાં લખી શકશો.
હા, ગુજરાતી લખવા માટે
કીબોર્ડના કીસની સોંપણી તમારે
શીખવી પડશે. વીન્ડોઝમાં 'ગુજરાતી'
કીબોર્ડ સ્થાપિત કરેલું હોય છે
તેની સોંપણી અહિયાં મળશે : default layout .
આપને 'ગુજરાતી ફોનેટીક' કીબોર્ડ લેઆઉટ
વાપરવી હોય તો અહિયાં ક્લિક કરો :
Gujarati Phonetic keyboard layout .
ગુજરાતી લખવાના નિયમો પણ
જાણવા આવશ્યક છે તે અહિયાં સમજાવ્યા છે :
કૉમ્પ્યુટરમાં ગુજરાતી લખવાના નિયમો.
ગુજરાતી ફોનેટીક કીબોર્ડ લેઆઉટ
અંગ્રેજી કીબોર્ડથી ગુજરાતી લખવું હોય
તો ગુજરાતી ફોનેટીક કીબોર્ડ ઉત્તમ
ઉપાય છે. મે બનાવેલું ગુજરાતી ફોનેટીક
કીબોર્ડ આપ ડાઉલોડ કરીને સ્થાપિત
કરી શકો છો. આ કીબોર્ડમાં ગુજરાતી અને
અંગ્રેજી અક્ષરોને સમતુલ્ય કરીને
સોંપણી કરી છે.
ઉપરની છબીમાં અક્ષરોની સોંપણી બતાવી છે.
જુંઓ : ગુજરાતી ફોનેટીક કીબોર્ડ સ્થાપિત
કેવી રીતે કરવું અને ગુજરાતી ફોનેટીક
કીબોર્ડમાં અક્ષરોની સોંપણી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

NOTICE BOARD