23 ઑગસ્ટ, 2014

Inspirational Story

" લપસ્યો છું પણ પડ્યો નથી "
------------------------------
એક છોકરો જીવનામાં વારંવાર
નિષ્ફળતાઓનો સામનો કરી રહ્યો હતો. 28
વર્ષની ઉંમર સુધી એ જે જે
ક્ષેત્રમાં ગયો બધે જ એને
કારમી નિષ્ફળતા મળી અરે
ધંધા વ્યવસાયમાં તો ઠીક અંગત જીવનમાં પણ
નિષ્ફળતાઓ એનો પીછો નહોતી છોડતી. 28
વર્ષ પછી એણે રાજકારણમાં ઝંપલાવ્યુ
તો નિષ્ફળતાઓ ત્યાં પણ એની સાથે જ
આવી. 52 વર્ષની ઉંમર સુધી એ માણસ
રાજકિય ક્ષેત્રે જુદી-
જુદી ચૂંટણી લડતો રહ્યો અને હારતો રહ્યો.
એણે હવે એવું નક્કી કર્યુ કે આ
મારી છેલ્લી ચૂટણી હવે મારે
ચૂટણીમાં ઉભા રહેવું નથી. એણે નક્કિ કરેલી આ
છેલ્લી ચૂંટણીમાં નસિબ એની સાથે હોય એમ
એના હરિફ તરિકે એક એવી વ્યક્તિએ ફોર્મ
ભર્યુ જેને લોકો ખુબ નફરત કરતા હતા. એ
માણસ ચારિત્રમાં હલકો હતો એટલે આ વખતે
તો ચૂટણી જીતવાના પુરા ચાન્સ હતા.
ચૂંટણીઓ પુરી થઇ. પોતે આ
વખતની ચૂંટણી જીતશે જ એવા વિશ્વાસ સાથે
તાર
ઓફિસમાં બેઠા બેઠા ચૂટણીના પરિણામોના સંદેશાઓ
સાંભળી રહેલા આ માણસના ચહેરા ઉપર
વેદનાના વાદળો દેખાવા લાગ્યા કારણ કે
પેલો સાવ હરામી જેવો માણસ પણ
પરિણામમાં એના કરતા ધીમે ધીમે આગળ
નિકળી રહ્યો હતો.
પોતાના જીતવાની કોઇ શક્યતાઓ નથી એવું
લાગતા આ માણસ તારઓફિસમાંથી બહાર
નિકળી ગયો. બહાર વરસાદ
પડેલો હતો આથી તનાવ દુર કરવા એ બહાર
ચાલવા નિકળી પડ્યો રસ્તામાં કિચડમાં તેનો પગ
આવતા પગ લપસ્યો અને એ
પડતા પડતા માંડ બચ્યો એ જ ક્ષણે એને
વિચાર આવ્યો ” હું લપસ્યો છુ પણ
પડ્યો નથી ”
બસ ભલે હું હાર્યો હું લપ્સ્યો છુ પણ
પડ્યો નથી હું હજુ ચૂટણી લડીશ! આ માણસ
હિંમત હાર્યા વગર ત્યાર
પછીની ચૂટણી લડ્યો , જીત્યો અને
દેશના સર્વોચ્ચ સ્થાન પર પહોંચ્યો.
આ વ્યક્તિ એટલે અમેરિકાના સૌથી લોકપ્રિય
પ્રમુખ અબ્રાહમ લિંકન.
કોઇપણ ક્ષેત્રમાં માત્ર સફળતાઓ જ મળે એ
શક્ય નથી નિષ્ફળતાઓ મળે ત્યારે એટલું જ
યાદ રાખવું …” હું લપસ્યો છુ પણ
પડ્યો નથી”

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

NOTICE BOARD