મિત્રો ,આપણે ગુજરાતી ફોન્ટ એન્ડ્રોઈડ મોબાઈલ માં કેવી રીતે ઈન્સ્ટોલ કરવા તે જોઈ લીધું છે. જો તમે ગુજરાતી ફોન્ટ તમારા મોબાઈલ માં ઈન્સ્ટોલ કરી લીધા હશે તો તમે ગુજરાતી તો વાચી જ શકશો પરંતુ આ આર્ટીકલ વાચ્યા પછી તમે વોટ્સ એપ માં મેસેજ , ફેશબૂક માં મેસેજ , એસ.એમ.એસ પણ ગુજરાતી માં મોકલી શકશો. હવે આપણે એન્ડ્રોઈડ મોબાઇલ માં ગુજરાતી કેવી રીતે લખવું તે જોઈશું તે માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સ અનુસરવાના રહેશે.
જરૂરિયાતો:
તમારા મોબાઇલ માં ગુજરાતી ફોન્ટ ઈન્સ્ટોલ કરેલા હોવા જોઈએ. જો ઈન્સ્ટોલ ન કરેલા હોઈ તો આપેલી લીંક પર ક્લિક કરો. એન્ડ્રોઇડ ફોન માં ગુજરાતી ફોન્ટ કેવી રીતે ઈન્સ્ટોલ કરવા
ગુજરાતી લખવા માટે ના સ્ટેપ્સ:
સૌ પ્રથમ અહિયાં થી Easy Type Gujarati Keyboard ડાઉનલોડ કરો.
ત્યારબાદ Eazy Type Gujarati Keyboard ઓપન કરો.
Enable Keyboard પર ક્લિક કરો.
પાછું ફરીવાર Enable Keyboard પર ક્લિક કરો.
Eazy Type Gujarati Keyboard ને સેલેક્ટ કરી દયો.
back બટન પર ક્લિક કરો અને પછી Choose Default Keyboard પર ક્લિક કરો.
Eazy Type Gujarati Keyboard ને સેલેકટ કરી દયો.
આ પાછું ધ્યાનથી વાચી તો લ્યો.
જયારે તમારે ગુજરાતી માં લખવું હોય ત્યારે જ તમારે ઉપર આપેલા સ્ટેપ્સ ને અનુસરવાનાં છે. પરંતુ જયારે તમારે અંગ્રેજી માં લખવું હોય ત્યારે તમારે નીચે આપેલા સ્ટેપ્સ ને અનુસરવાનાં છે.
જે જગ્યાએ તમારે અંગ્રેજી લખવું હોય ત્યાં Easy Type Gujarati Keyboard ઓપન કરો.
પછી સ્પેશ બટન ની બાજુ માં Guj ની જગ્યાએ Eng સેલેક્ટ કરો.
પછી તમે જે લખશો તે અંગ્રેજી માં લખાશે.
મિત્રો તમે સમજયા કે તમે હવે ઉપર આપેલા કીબોર્ડ ને એક વખત ચાલુ કર્યા પછી તમે ગુજરાતી અને અંગ્રેજી બંને માં સરળતાથી લખી શકશો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો